તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ખેડા જિલ્લાના માતર પંથકના ખેતરોમાં હજી વરસાદી પાણી ભરેલા : ખેડૂતોએ વાવેલા ડાંગરના પાકને વ્યાપક નુકશાન
માતરના ધારાસભ્ય દ્વારા સંકલનની બેઠકમાં કાંસ, સિંચાઈ. વરસાદી પાણીના નિકાલની રજૂઆત કરાઈ હતી

ખેડા જિલ્લાના માતર પંથકના ખેતરોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલી સ્થિતિમાં છે. ગત 27 જુલાઈના રોજ ભારે વરસાદથી ખેતરો જળમગ્ન બની ગયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાને કારણે ખેડૂતોએ વાવેલા ડાંગરને વ્યાપક નુકશાન થયું છે. વરસાદ પડ્યાને 9 દિવસ બાદ પણ ખેતરોમાં કેડ સમાણા પાણી હોવાનુ કહેવાય છે.
ગત જૂન મહિનામાં માતરના ધારાસભ્ય દ્વારા સંકલનની બેઠકમાં કાંસ, સિંચાઈ અને માર્ગ મકાન પંચાયત વિભાગને કાંસની સફાઈ, જરૂર હોય ત્યાં સ્પન પાઇપ મુકી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતા, અધિકારીઓએ આ અંગે કોઈ ધ્યાન ના આપતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
