તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સુવિધાઓ અવાજ ઉઠાવ્યા બાદ હવે કોંગ્રેસ મેદાને : આવેદન આપ્યું
શહેરના ગટર અને પીવાના પાણીના પ્રશ્નેને લઇ રજુઆત: સ્થાનિક ભ્રષ્ટાચારને લઇ ખાસ તપાસ હાથ ધરવામા આવે તેવી માંગ કરાઈ

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સુવિધાઓ માટે અવાજ ઉઠાવ્યા બાદ, હવે કોંગ્રેસ પણ વિરમગામ શહેરમા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મેદાને આવી છે. વિરમગામ વિધાનસભા કોંગ્રેસ દ્રારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. વિરમગામ શહેરના ગટર અને પીવાના પાણીના પ્રશ્નેને લઇ રજુઆત કરાઇ છે. હવે જનતા નહી પણ ખુદ ભાજપના નેતાઓ સ્થાનિક ભ્રષ્ટાચાર મુદ્દે બોલતા થયા છે તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. સ્થાનિક ભ્રષ્ટાચારને લઇ ખાસ તપાસ હાથ ધરવામા આવે તેવી માંગ કરાઈ છે. વિરમગામના વિકાસના નાણા કોના ગજવામાં ગયા તેની તપાસ કરવી જરૂરી હોવાનું કોંગ્રેસનું કહેવું છે. ખુદ ભાજપના નેતા વરૂણ પટેલે રૂપિયા 45 કરોડના ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
