<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર :એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નહીં

-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છુટાછવાયા શહેરોમાં ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકામાં મેઘમહેર થઈ છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છુટાછવાયા શહેરોમાં ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ વરસ્યો   વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 84 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં એક પણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.

(11:18 AM IST)