તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 5th August 2025
UCC ને લઈ સી.એમ. કાર્યાલયમાં મહત્વની બેઠક મળી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા UCC લાગુ પણ થઈ શકે છે , દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગુ કરવામાં આવ્યું છે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૫ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં UCC કમિટીના સભ્યોની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી.
સંભવિત રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને ચોમાસુ સત્ર સમયે UCC બિલ લાવશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા UCC લાગુ પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગુ કરવામાં આવ્યું છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
