તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Tuesday, 5th August 2025
૨૦ ડ્રોન દ્વારા સુરતમાં જબરજસ્ત કોમ્બિંગ શરૂ
સીપી અનુપસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા, sog ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરેની નિશ્રામાં sog/ DCB વિગેરે દ્વારા ભારે ધમધમાટ, પુરાવાની મજબૂત સાંકળ ગૂંથવા વિશેષ ગોઠવણ

રાજકોટ તા.૫: નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ, અસમાજિક તત્વો વિરુદ્ધ ૧૨૦૦ થી વધુ પાસા, ૨૦,૨૮ કે તેથી વધુ વર્ષ અને ૧૦ વર્ષથી વધુ સમયથી ફરાર ૩૨ આરોપીને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ PCB પીઆઇ આર.એસ સુવેરા, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા, sog ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરેની નિશ્રામા ધમધમાટ શરૂ થયો છે.
અત્રે યાદ રહે કે સુરત મુંબઈથી ખૂબ નજીક હોવાથી સુરતની વિશેષ પરિસ્થિત ધ્યાને રાખી પોલીસ કમિશનરની દરખાસ્ત અન્વયે રાજ્યની પોલીસ વડાની કચેરી દ્વારા ૮ વધુ ડ્રોન ફાળવાયા છે, આમ કુલ ૨૦ પાવરફુલ ડ્રોન દ્વારા ચેકીંગ કોમ્બિંગ શરૂ થયુ છે.
અત્રે એ યાદ રહે કે આ ડ્રોનના માધ્યમ દ્વારા પુરાવાની મજબૂત સાંકળ પણ ગૂંથવાનો પ્રયાસ ચાલી રહ્યાં છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
