News of Tuesday, 5th August 2025
પાટીદાર રાજકીય નેતાગીરી, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો માયકાંગલા સાબિત થઈ રહ્યા છેઃ દિનેશ બાંભણિયા

પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા એ વખતે બિન અનામત નિગમની રચના કરવાની જાહેરાત કરી હતી બાદ નિગમની રચના પણ થઈ ગઈ છે પરંતુ ચેરમેનની નિમણૂક ન કરતા ફરી આંદોલનની દિનેશ બાંભણિયા દ્વારા ચીમકી
(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૫ : પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકારે બિન અનામત નિગમ અને આયોગની રચના તો કરી છે પણ ચેરમેનની અને બોર્ડના હોદ્દેદારોની હજી સુધી વરણી ન કરી હોય આ બાબતે દિનેશ બાંભણિયાએ આક્રોશ વ્યક્ત કરી ફરી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
આજે ગાંધીનગર ખાતે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે અનામત આંદોલન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બિન અનામત નિગમની રચના કરવામાં આવી છે પરંતુ આજ સુધી તેમના ચેરમેન કે બોર્ડના સભ્યોને નિમણૂક ન થઈ હોય નિગમ હાલ ધણી ધોળી વગરનું છે.
તેમણે પાટીદાર સમાજના રાજકીય આગેવાનો,સામાજિક અને શૈક્ષણિક આગેવાનો પણ આ બાબતે માયકાંગલા સાબિત થઈ રહ્યા છે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ અંગે કયારેય મુખ્યમંત્રીને યોગ્ય રજૂઆત કરી કહ્યું જ નથી તેઓ પણ આક્ષેપ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૫ તા. સુધીમાં જો નિયમમાં ચેરનેન અને સભ્યોની નિમણૂક નહીં કરવામાં આવે તો ફરી રાજ્યભરમાં આ પ્ર‘ે આંદોલન કરવામાં આવશે.
દિનેશ બબાંભણિયાની આ ચિમકીથી આગામી દિવસોમાં રાજ્ય સરકાર ચેરમેનની નિમણૂક કરે છે કે ફરી આ બાબતે આંદોલન થશે તે આવનારા દિવસોમાં સામે આવશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
