News of Tuesday, 5th August 2025
સુરતમાં આવકવેરા વિભાગની 6 માળની ઈમારત જર્જરિત હાલતમાં
સ્લેબનો ભાગ તૂટીને રૂમની બારીના કાચ સાથે અથડાયો: દુર્ઘટના સ્થળે કોઈ કર્મચારી ન હોવાથી દુર્ઘટના ટળી

સુરતમાં આવકવેરા વિભાગની 6 માળની ઈમારત જર્જરિત હાલતમાં છે, કર્મચારીઓ માથે ઝળુંબતા જોખમ વચ્ચે કામ કરી રહ્યા છે. અવાર-નવાર બિલ્ડીંગ સ્લેબના પોપડા તૂટવાની ઘટના બને છે..ગઈકાલે..સ્લેબનો ભાગ તૂટી પડતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. સ્લેબનો ભાગ તૂટીને રૂમની બારીના કાચ સાથે અથડાયો હતો. દુર્ઘટના સ્થળે કોઈ કર્મચારી ન હોવાથી દુર્ઘટના ટળી હતી.દુર્ઘટનાથી કર્મચારીઓ ભયના ઓથાર નીચે કામ કરી રહ્યા છે. ગઈકાલની દુર્ઘટના બાદ કર્મચારીઓએ જર્જરિત બિલ્ડીંગમાં કામ કરવાની ના પાડી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
