<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

દેવગઢ બારીયા વિસ્તારમાં પાત્રતા ન ધરાવતા લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ : મામલતદારે 295ને નોટિસ ફટકારી

295 જેટલા લોકો IT વિભાગના રેકોર્ડ પ્રમાણે 6 લાખથી વધુ આવક ધરાવતા હોવાનું ખુલ્યું : NFSA યોજનાનો ગેરકાયદે લાભ લઈ રહ્યા હતા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં પાત્રતા ન ધરાવતા લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ થયો છે, જેમાં 295 જેટલા લોકો IT વિભાગના રેકોર્ડ પ્રમાણે 6 લાખથી વધુ આવક ધરાવતા હોવાનું ખુલ્યું છે છતાં NFSA યોજનાનો ગેરકાયદે લાભ લઈ રહ્યા હતા; મામલતદારે કાર્યવાહી હાથ ધરી 295ને નોટિસ ફટકારી, જેમાંથી 195ના રેશનકાર્ડ નોન-NFSA હેઠળ બદલી દેવાયા છે અને અન્ય 100ની ચકાસણી ચાલુ છે. ;

(8:52 PM IST)