News of Tuesday, 5th August 2025
બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી હડકંપ મચ્યો
થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા: જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિતની ટીમ થાવર ગામે પહોંચી: મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા.

બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી હડકંપ મચ્યો છે. થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા છે. મૃતક થાવર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. બાળકનું સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્ર હરકતમાં છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિતની ટીમ થાવર ગામે પહોંચી હતી . મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા હતા . ધાનેરા તાલુકામાં અગાઉ ડિપ્થેરિયાથી બાળકોના મોત થયા હતા. લવારા ગામે 2017માં ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત થયા હતા. .
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
