News of Tuesday, 5th August 2025
એશિયન ગ્લોબલ CBSE સ્કૂલ દ્વારા RTEના ૪૬ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કર્યાનો આક્ષેપ
અમદાવાદની સ્કૂલને DEOની નોટિસઃશિક્ષણ નિરીક્ષકને સ્કૂલમાં જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે

અમદાવાદ, તા.૫
ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાની અનેક રજૂઆતો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં એશિયન ગ્લોબલ CBSE સ્કૂલ દ્વારા RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાયો હોવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતાં તેમણે સ્કૂલને નોટીસ ફટકારી શિક્ષણ નિરીક્ષકને શાળાએ રૃબરૃ જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની એશિયન ગ્લોબલ સીબીએસસી સ્કૂલ દ્વારા RTEના ૪૬ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી. વાલીઓની ફરિયાદના આધારે DEOએ સ્કૂલને કારણદર્શક નોટીસ ફટકારી છે. તેમજ શિક્ષણ નિરીક્ષકને સ્કૂલમાં જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે DEOએ જણાવ્યું હતું કે, RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડવામાં આવે છે.અમારી પાસે વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વાલીઓની ફરિયાદ અનુસાર વિદ્યાર્થીઓને કેન્ટીનમાં પ્રવેશ બંધી ફરમાવાઈ છે.
રમત ગમતના સાધનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.ફરિયાદ મળતા અમે તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે.શિક્ષણ નિરીક્ષકને શાળાએ રૃબરૃ જઈને તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ શાળા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
