તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
વડોદરામાં MGVCL કચેરી બહાર કાયમી ભરતી કરવાની માંગણી સાથે વિદ્યુત સહાયક ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કર્મચારીઓને હટાવી પરીક્ષા પાસ કરનાર તમામની કાયમી ધોરણે ભરતી કરવાની માગ

વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉમેદવારોની કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કર્મચારીઓને હટાવી પરીક્ષા પાસ કરનાર તમામની કાયમી ધોરણે ભરતી કરવાની માગ છે.
સામાજિક કાર્યકર મિતેશ પરમારની આગેવાની હેઠળ ઉમેદવારોએ સૂત્રોચ્ચાર તેમજ પ્લે કાર્ડ અને બેનરો સાથે પોતાની માંગણીઓ રજૂ કરી. MGVCLમાં નવીન ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે ઉમેદવારોનું કહેવું છે કે, કંપની હાલમાં કુલ 132 સબ ડિવિઝનમાં આશરે 1000થી વધુ લોકોને કોન્ટ્રાક્ટ આધારે કાર્યરત રાખી રહી છે. આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તાત્કાલિક હટાવી, પરીક્ષા પાસ 1350 ઉમેદવારોને કાયમી ભરતી આપવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
ઉમેદવારોએ જણાવ્યું કે, તેઓએ અગાઉ 24 જુલાઈએ પણ આવેદનપત્ર આપ્યું હતું અને 10 દિવસનો સમયગાળો આપી પ્રતિસાદ માગ્યો હતો. જો કે હજુ સુધી તેમની સુનવાઈ કરવામાં આવી નથી.
અમારી જગ્યા પર કોન્ટ્રાક્ટ પરના માણસોને મૂકી દેવામાં આવ્યા છે, જેથી હવે અમારી ભરતી અટકાવવામાં આવી રહી છે. જયા સુધી અમને ન્યાય નહિ મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ઉમેદવારોએ ચેતવણી આપી છે.
વિદ્યુત સહાયક ઉમેદવારોના આંદોલનને કારણે રેસકોર્સ વિસ્તાર ખાતે તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી. ઉમેદવારોએ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરી ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવા તથા તમામ પાસ ઉમેદવારોને નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ ચાલુ રાખ્યો.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
