તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
૧૨૦ ગ્રામ MD ડ્રગ્સ, ૧૬ લાખ રોકડા અને બે લોડેડ પિસ્તોલ સાથે કુવિખ્યાત શિવા દરબાર સુરત sog ના વિશેષ ઓપરેશનમાં જબ્બે.. જબ્બર ખળભળાટ
આરોપી દ્વારા બિછાવેલ સીસીટીવીની જાળ પંટરોનો વોકી ટોકી સાથેનો પહેરો ગોઠવી sog આવી રીતે સફળતાથી પહોંચી ગઈ હતી, અકિલા સાથે ઓપરેશન સુકાની pi અશોક ચોૈધરી અકિલા સમક્ષ રસપ્રદ કથા વર્ણવે છે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સુપ્રત કરેલ જવાબદારીમાં sog પીઆઇ ટીમ ફુલ્લી પાસ

રાજકોટ તા.૬: નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ અભિયાન લોકોના સહયોગથી સફળતાપુર્વક ચલાવી રહેલ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પોતાના વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરનાર સંખ્યાબંધ ગુન્હામાં વોન્ટેડ શિવા દરબાર ડ્રગ્સના ધંધામાં હાઈ ટેક સિકયોરિટી સાથે ચલાવી રહ્યાની કોઈ દ્વારા શંકા વ્યક્ત થતા જ sog ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં આ શંકા વ્યક્ત કરતા આખી જવાબદારી આવી અનેક પ્રકારની અટપટી કામગીરી કરી ચૂકેલા સુરત sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીને સુપ્રત થતા જ ટૂંકા સમયમાં આખી બાતમી મેળવી હતી.
સીપીશ્રી , ડીસીપી સાથે ચર્ચા કરી આખુ ઓપરેશન પાર પાડવા રણનીતિ ઘડવામાં આવેલ. આરોપી દ્વારા cctv જાળ બિછાવવા સાથે પોતાના પંટરો સાથે મોબાઇલ લોકેશન ટ્રેસ ન થાય તે માટે વોકી ટોકી સાથે વાત કરી રહ્યા હતા. અમારી ટીમે આ બાબતે તમામ માહિતી મેળવી ખૂબ કાળજી રાખી હાઈ સિકયુરિટી વિંધી ઓપરેશન પાર પાડેલ તેમ અકિલા સાથેની વાતચીતમાં ઓપરેશન સુકાની અશોક ચોૈધરીએ જણાવ્યું હતું.
ઓપરેશન દરમિયાન શિવા દરબાર ઘરમાંજ હાજર મળી આવેલ.આ સાથે ૧૨૦ ગ્રામ MD ડ્રગ્સ, ૧૬ લાખ રોકડા અને બે લોડેડ પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ.
ડ્રગ્સ ખરીદવા આવનાર પોલીસના બાતમીદાર નથી ને? તેની કાળજી પણ રાખવામાં આવતી.(
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
