તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
મહેસાણામાં સોપારીના ડુપ્લીકેટ MDPL મસાલા બનાવતા મહિલા સહિત ત્રણ જણા ઝડપાયા
આરૂષ હાઈટ્સ ફ્લેટમાં પોલીસની રેડ દરમિયાન સોપારી – તમાકુયુક્ત મસાલાના ડુપ્લિકેટ પેકેટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું

મહેસાણામાં સોપારીના ડુપ્લીકેટ MDPL મસાલા બનાવતા મહિલા સહિત ત્રણ જણા ઝડપાયા છે. આરૂષ હાઈટ્સ ફ્લેટમાં પોલીસની રેડ દરમિયાન સોપારી – તમાકુયુક્ત મસાલાના ડુપ્લિકેટ પેકેટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. રાજેશ પટેલની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન આરૂષ હાઈટ્સ ફ્લેટમાં જીગ્નાશા પટેલ, પિન્કી પટેલ અને નિતિન પટેલ સામે ગુનો નોંધાયો છે. 61,600 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. ડુપ્લિકેટ મસાલાના પેકેટો મળી આવ્યા છે. પોલીસે કોપીરાઈટ એક્ટની કલમ 63, 65 હેઠળ ગુનો નોંધ્યો છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
