તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 6th August 2025
અમદાવાદના ચાંદખેડામાં અંગત અદાવતમાં કારને આગ લગાડાઈ
ફરિયાદ પરત ના લેવાની અદાવતમાં કારને આગ ચાંપી: અગાઉ સોસાયટીના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડાની હસ્તિનાપુર સોસાયટીમાં કારમાં આગ ચાંપી દેવાનો બનાવ બન્યો છે. કારની નજીક પેટ્રોલ છાંટીને કારને સળગાવી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. ફરિયાદ પરત ના લેવાની અદાવતમાં કારને આગ ચાંપી હતી. અગાઉ સોસાયટીના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે સોસાયટીના બે સભ્યોની ક્રોસ ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી એક સભ્યે ફરિયાદ પાછી ના લેતા કારને આગ લગાડવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
