તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ભરૂચ જિલ્લામાં આંગણવાડીની બહેનોને ન્યૂડ વીડિયોકોલ કરીને હેરાન કરાતા પોલીસ ફરિયાદ
40થી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યૂડ વીડિયો કોલ કરાયા હોવાનું સામે આવ્યું: એક જ નંબર પરથી વિડિઓ કોલ કરાય છેઃ

ભરૂચ જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. આઇસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વીડિયો કોલ કરીને હેરાનગતિ કરવામાં આવે છે. 40થી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યૂડ વીડિયો કોલ કરાયા હોવાનું સામે આવ્યું છે. એક જ નંબર પરથી કરવામાં વીડિયો કોલ કરવામાં આવે છે. આંગણવાડી સંગઠનના પ્રમુખે, આ ગંભીર ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપીને ફરિયાદ નોધી જવાબદાર સામે પગલાં ભરવાની અરજ કરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
