<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર

12,000 જેટલી જગ્યા માટે 15 જૂનના રોજ યોજાઇ હતી લેખિત પરીક્ષા: virtualview.co.in પર રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઇ શકશે

     અમદાવાદ : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે 6 ઓગસ્ટ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. 

     ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે. બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની OMR Sheetનું રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂ.500નો ફી ચૂકવવાની રહેશે.  

 

(7:22 PM IST)