તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ATMમાંથી રૂપિયા 38,100 વિડ્રોઅલ કરાવી છેતરપિંડી મામલે પાંડેસરા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે બંને આરોપીઓ પાસેથી 10,000 રોકડા અને 15 ATM કાર્ડ કબજે કર્યા

અમદાવાદ :રાજ્યમાં સાઇબર ફ્રોડ, લૂંટ, છેતરપિંડી જેવી ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જાણો ઠગબાજોને કાયદા કાનુન અને પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ છેતરપિંડી આચરીને રફુચક્કર થઇ જતા હોય છે. તેવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં ATMમાંથી ફરિયાદી પાસેથી રૂપિયા 38,100 વિડ્રોઅલ કરાવી છેતરપિંડી મામલે પાંડેસરા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં ATMમાંથી ફરિયાદી પાસેથી રૂપિયા 38,100 વિડ્રોઅલ કરાવી છેતરપિંડી આચરનારા 2 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી 10,000 રોકડા અને 15 ATM કાર્ડ કબજે કર્યા છે. બંને આરોપીઓ ATMમાં જતા વ્યક્તિને પોતાની પાસે રહેલા પૈસાનું બંડલ બતાવતા હતા. આ પૈસાના બંડલમાં ઉપર અને નીચે 500ની અસલ નોટ મૂકવામાં આવતી અને વચ્ચે કાગળ રાખતા હતા, જેથી ભોગ બનનાર વ્યક્તિ સરળતાથી આરોપીઓની વાતમાં આવી જતા હતા.
આરોપીઓ તે વ્યક્તિને કહેતા તમે આ પૈસા લઈ લો તમારા ATM કાર્ડ આપી દો ...તે વ્યક્તિ પાસેથી ATM કાર્ડ લઈ અને પીન નંબર જાણી લેતા હતા.આ આરોપી વિરુદ્ધ સુરતમાં કુલ 6 જેટલા ગુન્હા નોંધાય છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
