News of Wednesday, 6th August 2025
સુરતના વરાછામાં ફરી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો :બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ
રિચ હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો: સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવાઈ

સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વરાછા વિસ્તારમાં આવેલા રિચ હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્પા સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આ શરમજનક પ્રવૃતિનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે સ્પા સંચાલકો અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. આ તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
