તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 6th August 2025
મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો
પોલીસે ભાવિનભાઈ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી

ભરૃચ,તા.૬
મોબાઈલ ફોન ખરીદ વેચાણનું કામ કરતા વેપારીઓએ મોબાઇલ ફોન નોંધણી રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. દહેજ પોલીસે દહેજ બસ સ્ટેશન ખાતે આવેલ રાધે મોબાઇલ સર્વિસના સંચાલક રવિજાના શંભુજાના (રહે-બસ સ્ટેશન પાસે, દહેજ)સામે રજીસ્ટર નિભાવણી ન કરવા અંગે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કામદારો અંગે પણ પોલીસ વેરિફિકેશન જરૃરી છે. ત્યારે ઝઘડિયા જીઆઇડીસી ખાતેની આરએફસી કંપનીમાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે તપાસ કરતા કંપની માલિક ભાવિન જયંતીભાઈ પટેલ (રહે-ઝઘડિયા જીઆઇડીસી, ભરૃચ) એ મધ્યપ્રદેશના બે વ્યક્તિઓને પોલીસ વેરિફિકેશન વગર કામે રાખ્યા હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે ભાવિનભાઈ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
