<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ખેડાના ઉત્તરસંડા ગામમાં ક્રિકેટ રમતા સમયે બે સગાભાઈઓના તળાવમાં ડૂબી જતાં મોત

ત્રણ કલાકની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળ્યા : મૃતકોના પિતા નડિયાદમાં છેલ્લા આઠ વર્ષથી કલરકામ કરે છે

ખેડાના ઉત્તરસંડા ગામમાં ક્રિકેટ રમતા સમયે તળાવમાં ડૂબી જતાં 6 અને 9 વર્ષના સગા ભાઈઓના મોત નિપજ્યાં હતા; ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણ કલાકની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળ્યા, જેથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે; મૃતકોના પિતા નડિયાદમાં છેલ્લા આઠ વર્ષથી કલરકામ કરે છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

(11:55 AM IST)