<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

૧૮ વર્ષ પછી મળનાર રાજ્‍યના ટોચના અધિકારીની ચિંતન શિબિર અચાનક રદ

સોમવારથી ત્રણ દિવસ માટે વલસાડના ધરમપુર ખાતે આયોજિત આ શિબિર માટે તડામાર તૈયારીઓ વચ્‍ચે જાહેરાત : નોડલ ઓફિસર પણ નિમાયેલ

નરેન્‍દ્રભાઇ મુખ્‍ય મંત્રીહતા તે સમયે કરાઈના કુદરતી વાતાવરણમાં લોક પ્રશ્‍ને ચિંતન મનન કરી લોકોની સેવાનું સ્‍તર વધારવા આયોજન પગલે ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકાર પણ આ પ્રયોગ કરવા ખૂબ ઉત્‍સુક હતા

શ્રાવણી તહેવાર બંદોબસ્‍ત, ૧૫ ઓગસ્‍ટ ઉજવણી અને તિરંગા યાત્રા સાથે  જન્‍માષ્‍ટમી યાત્રા જેવા મહત્‍વના તહેવારોનો આગોતરી તૈયારીઓ માટે આ સમય ગાળો યોગ્‍ય ન હોવાની લાગણી સ્‍વીકારાઇ હોવાનો મત...

રાજકોટ, તા.૭: વર્ષ પછી રાજ્‍યના IPS અધિકારીઓની ત્રણ દિવસ માટે વલસાડના ધરમપુર ખાતે યોજાયેલ ચિંતન શિબિર ૧૫ ઓગસ્‍ટ, શ્રાવણીય તહેવારો, તિરંગા યાત્રા, જન્‍માષ્‍ટમી જેવા ખૂબ મહત્‍વના પોલીસ બંદોબસ્‍ત અંતર્ગત અચાનક રદ કરી દેવામાં આવી છે. મોટાભાગના અધિકારીઓ આવા મહત્‍ના સમયગાળામાં પોતાના શહેર જિલ્લાથી દૂર રહે તે વ્‍યાજબી ન હોવાની વ્‍યાપક લાગણી ધ્‍યાને રાખી રદ થયાનું ટોચના સૂત્રો જણાવે છે.              

અત્રે એ યાદ રહે કે IAS અધિકારીઓ માફક લોક પ્રશ્‍ને કુદરતી વાતાવરણમાં કોઈ જાતની અડચણ વગર ચિંતન થાય અને લોકો પ્રત્‍યે પોલીસનું વલણ માનવીય રહે તેવા ઉમદા હેતુથી નરેન્‍દ્રભાઇ મોદી જ્‍યારે મુખ્‍યમંત્રી હતા તેવા સમયે આવી ચિંતન શિબિર યોજવામાં આવેલ.                                    

લાંબા વર્ષો બાદ ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારે આ પ્રયોગ કરવાનું નક્કી કરી રાજ્‍યના મુખ્‍ય પોલિસ વડા વિકાસ સહાયને આ જવાબદારો સુપ્રત કરેલ.          

આ ચિંતન શિબિરમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનર સહિત તમામ રેન્‍જ વડાઓ અને દરેક જિલ્લાના એસપી, ડીસીપી ઉપસ્‍થિત રહેવાના હતા. કાયદો વ્‍યવસ્‍થાનું સુપરવિઝન સારી રીતે થાય તે માટે પણ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ફુલ પ્રૂફ વ્‍યવસ્‍થાના ભાગરૂપે અમુક ડીસીપી લેવલના અધિકારીઓઁશ્વ મુક્‍તિ આપવામા આવેલ. નક્કી થયેલ તારીખો મહત્‍વના બંદોબસ્‍તની રણનીતિ માટે ખૂબ અગત્‍યના હોય આ બેઠક રદ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.

(1:44 PM IST)