<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

નાણા વિભાગમાં બદલીનો દોર : રાજકોટના શ્રેયાન તિજોરી અધિકારી તરીકે કરમુર

રાજકોટના બ્રિજેશ મહેતાની ગાંધીનગર બદલી : પોરબંદરના જયશ્રીબેન ગોવાણી રાજકોટ સી.પી. ઓફીસમાં

રાજકોટ, તા. ૦૭:  રાજયના નાણા વિભાગ દ્વારા ગઇકાલે હિસાબી સેવાના નાયબ નિયામક કક્ષાના ૧૮ અને હિસાબી અધિકારી કક્ષાના ર૧ અધિકારીઓની બદલી  કરી છે. જેમાં સૌરાષ્‍ટ્રના કેટલાકનો સમાવેશ થાય છે.

રાજકોટના શ્રેયાન તિજોરી અધિકારી બ્રિજેશ જે. મહેતાને ઇન્‍ફોર્મેટિકસ લિ. ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે મુકવામાં આવ્‍યા છે. પોરબંદરના શ્રીમતી જયશ્રી વી. ગોવાણીને બઢતી સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં નાયબ નિયામક તરીકે, રાજકોટના જિલ્લા સહાયક નિરીક્ષક અવશીભાઇ એ. કરમુરને બઢતી સાથે શ્રેયાન તિજોરી અધિકારી રાજકોટમાં નિમણુંક આપવામાં આવી છે. જુનાગઢના રમેશ સુવાની બઢતી સાથે અમદાવાદ જિલ્લા તિજોરી અધિકારી તરીકે નિમણુંક થઇ છે. 

(1:36 PM IST)