News of Thursday, 7th August 2025
દ્વારકા, પોરબંદર, ધ્રોલ, ધોરડોના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ માટે રૂા.ર૦૩ કરોડ મંજુર
નરહરિ અમીને સવાલ પૂછ્યો, કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો

રાજકોટ, તા. ૦૭ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા સ્વદેશ દર્શન ૨.૦ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં દેવની મોરી સહિત ૧૨ હેરિટેજ સ્થળોએ બૌદ્ધ સર્કિટ વિકસાવવા માટે રજૂ કરાયેલ રૂા.૬૫૩ કરોડના પ્રસ્તાવની સમીક્ષા કરી અંગે પૂછેલ પ્રશ્નના અનુસંધાને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી દ્વારા ગુજરાતમાં બૌદ્ધ સર્કિટના વિકાસ અને અન્ય પ્રવાસન પ્રોજેક્ટ્સ ની માહિતી સાથેનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે પ્રવાસન સ્થળોનો વિકાસ મુખ્યત્વે રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે. કેન્દ્રીય ક્ષેત્રની સ્વદેશ દર્શન યોજના ૨૦૧૪-૧૫માં થીમ આધારિત સરકીટ વિકસાવવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં, સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂા.૫૨૯૦.૩૦ કરોડના ૭૬ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યનાં (૧) અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડીનો વિકાસઃ હેરિટેજ સર્કિટ (૨૦૧૬-૧૭) - રૂા.૫૯.૧૭ કરોડ (૨) મોઢેરાનો વિકાસઃ હેરિટેજ સર્કિટ (૨૦૧૬-૧૭) - રૂા.૯૧.૧૨ કરોડ અને (૩) જૂનાગઢ-ગીર સોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણાનો વિકાસઃ બૌદ્ધ સર્કિટ (૨૦૧૭-૧૮) - રૂા.૨૬.૬૮ કરોડ એમ ૩ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર પુરસ્કળત આ યોજના અંતર્ગત ગુજરાતમાં ધોળાવીરા અને દ્વારકાને આઇડેન્ટીફાય કર્યા છે. જેમાં ૧૦૦્રુ ભંડોળ પર્યટન મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. દેશભરમાં આવા ૫૨ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ચેલેન્જ બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પેટા-યોજના હેઠળ ગુજરાતમાં ૨૦૨૪-૨૫માં નીચેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
યોજનાની ગાઇડલાઇન્સ મુજબ, જમીન સંપાદન માટે ફંડ આપવામાં આવતું નથી.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે પ્રાથમિક માસ્ટર પ્લાન મુજબ દેવની મોરી સ્થળના વિકાસ માટે કુલ આશરે ૨૦૬ હેક્ટર જમીનની જરૂર છે, જેમાંથી ૨૮ હેક્ટર જમીન પહેલાથી જ ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નાં બજેટમાં પ્રવાસન વિભાગે દેવની મોરીના વિકાસ સહિત નવી આઇટમ ૅઆઇકોનિક ડેસ્ટિનેશન ડેવલપમેન્ટૅ તરીકે જરૂરી જોગવાઇ કરી છે. તેની કેન્દ્રીય પ્રવાસની મંત્રીએ શ્રી નરહરિ અમીનને જવાબમાં જણાવ્યું હતું.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
