News of Thursday, 7th August 2025
વંદે ભારત ટ્રેનો માટે રૂા.૧૩૫.૫૮ કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની આપવામાં આવશે મંજૂરી
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે

રાજકોટ,તા. ૦૭ : પヘમિ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે રૂા.૧૩૫.૫૮૩૪ કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે, જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.
મુખ્ય ઉદ્દેશો અને લાભો
- યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને કોચિંગ સ્ટોકના જાળવણીની જરૂરિયાતો પૂર્ણ કરવી.
- પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી.
- એલએચબી અને વંદે ભારત જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે આધુનિક અને એકીકળત જાળવણી સુવિધાનું નિર્માણ.
- રાણાવાવ ખાતે પૂરતું જગ્યા ઉપલબ્ધ હોવાથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ શકય.
પ્રસ્તાવિત કામનો વ્યાપઃ
- ૬૫૦ મીટરની ૦૨ પિટ લાઇનો, જેમાં છતયુક્ત શેડ હશે.
- ૬૫૦ મીટરની વોશિંગ લાઇન.
-૨૨૨ મીટર × ૫૦ મીટરનું શેડ ધરાવતી સિક લાઇન.
-૬૫૦ મીટરની સ્ટેબલિંગ લાઇન, જેમાં બે ૧૫ ટનની EOT ક્રેન લાગશે.
-૨૦૦ વર્ગ મીટરનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, જેમાં વીજળી અને પ્રકાશની વ્યવસ્થા હશે.
- સંબંધિત વિજળી(TRD), સિગ્નલ અને ટેલિકોમ (S&T) કામકાજ.
-આ આધુનિક જાળવણી સુવિધા સાથે સંબંધિત અન્ય સહાયક કામો.
આ વિકાસ વંદે ભારત ટ્રેનો માટે જાળવણી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પગથિયો છે અને ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂતી આપશે. આ ભારતીય રેલવેની આધુનિકતા અને શ્રેષ્ઠ યાત્રા સેવાઓ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
