<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ડૂબી જવાથી બે શ્રમિકોના મોત: એક શ્રમિકને બચાવાયો

મોટેરાથી આવેલા ત્રણ યુવક સુઘડ વિસ્તારમાં કેનાલમાં નહાવા પડ્યા હતા અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ત્રણેય ડૂબી ગયા

ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ત્રણ શ્રમિકો નહાવા પડ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા જેમાં એક શ્રમિકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય બે શ્રમિકોના મોત થાયા છે. મોટેરાના આ શ્રમિકો નહાવા માટે કેનાલમાં પડ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. 

મળતી માહિતી અનુસાર, મોટેરાથી આવેલા ત્રણ યુવક સુઘડ વિસ્તારમાં આવેલી કેનાલમાં નહાવા માટે ઉતર્યા હતા. અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચીને એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું હતું. સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે એક યુવકનો બચાવ થયો છે. ઘટનાને લઇ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ન્હાવા ત્રણ યુવક ડૂબ્યા હતા. ત્રણ પૈકી બે યુવકના મોત, એક જીવિત હોવાની વિગતો મળી રહી છે. 30થી 35 વર્ષીય ત્રણેય શ્રમિકો મૂળ મહારાષ્ટ્રના છે અને મોટેરામાં રહે છે, હાલ તેમનું કામ કોટેશ્વરમાં ચાલતું હતું. પરપ્રાંતીય યુવકો એક ખાનગી કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હતા. નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી.

(6:25 PM IST)