News of Thursday, 7th August 2025
ખંભાત નગરપાલિકા ની સામાન્ય સભામાં મોટી બબાલ : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
જનરલ બોર્ડમાં લેવાયેલા કામ નંબર ચાર ઉપર વિવાદ : ભાજપ શહેર પ્રમુખ તપન શુક્લ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે બબાલ થઇ

ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. જનરલ બોર્ડમાં લેવાયેલા કામ નંબર ચાર ઉપર વિવાદ થયો હતો. ત્યાર બાદ ભાજપ શહેર પ્રમુખ તપન શુક્લ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે બબાલ થઇ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ છુટા હાથની મારા મારી થઇ છે.
મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારા મારી થઈ છે. જનરલ બોર્ડમાં લેવાયેલા કામ નંબર ચાર ઉપર વિવાદ થતા ભાજપ શહેર પ્રમુખ તપન શુક્લ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે બબાલ થઈ હતી. આ કામ નંબર ચાર ઉપર હાઇકોર્ટે મૌખિક સ્ટે સામાન્ય સભાના એક કલાક પહેલા આપ્યો હોવાની ચર્ચા થઈ હતી.
ખંભાત નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વાદળો વચ્ચે ઘેરાઈ છે. ખંભાત નગરપાલિકાના આઠ કાઉન્સિલરોનો રાજીનામાનો મામલો પણ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. હાઇકોર્ટમાં ચાલતા આ મામલા ઉપર સ્ટે આપવામાં આવતા ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે આજે છૂટા હાથની મારામારી થઈ હતી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
