<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમદાવાદમાં રક્ષાબંધન પર્વે BRTSમાં બહેનો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

રક્ષાબંધનના દિવસે 9 ઑગસ્ટના રોજ સવારના 6.00 વાગ્યાથી રાત્રિના 10.45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

અમદાવાદ :આ વર્ષે રક્ષાબંધનનો પાવન પર્વ આગામી 9 ઑગસ્ટ, 2015ને શનિવારના રોજ ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને લાગણીના પ્રતિકરૂપ આ તહેવારને અનુલક્ષીને બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઑગસ્ટના રોજ સવારના 6.00 વાગ્યાથી રાત્રિના 10.45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

(7:42 PM IST)