<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીનના બજારભાવ આપવા માંગ :દિયોદર, કાંકરેજ, લાખણી અને થરાદ પંથકના ખેડૂતોએ યોજી રેલી

પાલનપુર ખાતે રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી

અમદાવાદ : ભારતમાલા પ્રોજેક્ટમાં  અમદાવાદ થરાદ એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનની વિસંગતાઓ દૂર કરી અને બજાર કિંમતે જમીનનો વળતર ચૂકવવાની માંગ સાથે દિયોદર, કાંકરેજ, લાખણી અને થરાદ પંથકના ખેડૂતો પાલનપુર પહોંચ્યા હતા પાલનપુર ખાતે રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી. એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ખેડૂતોને જમીનની વિસંગતાઓ મામલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવાઈ હતી બજાર કિંમત મુજબ વળતર નહીં મળતું હોવાની વ્યાપક રાવ હતી 

  જોકે કોંગ્રેસના સાંસદ ગેનીબેન આક્ષેપ કર્યા છે કે બનાસકાંઠાના મોટા માથાઓ મોટા નેતાઓએ 70 વીઘા જેટલી જમીન બિન ખેતી કરાવી લીધી છે અને 350 કરોડ ચાઉં કરી ગયા છે

(7:43 PM IST)