તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 7th August 2025
આંગણવાડીના પૌષ્ટિક આહારનો જથ્થો કાળાબજારમા ફેરવાયો
હેરફેર કરનાર ગાડી પકડાઈઃપ્રાંતિજ પોલીસે ૨૦૦ બોરીઓ ભરેલી પીકઅપ ડાલું પકડી છે આ કૌભાંડમાં કોણ સામેલ છે

મહીસાગર, તા,૭
મહીસાગર જિલ્લાનો આંગણવાડીનો પૌષ્ટિક આહારનો જથ્થો મોટા પ્રમાણમાં કાળા બજારમાં વેચાતો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જે મામલે પોસીલને જાણ થતા જે સાબરકાંઠાની પ્રાતીજ પોલીસે આ તમામ જથ્થાને ઝડપી પાડ્યો છે. ત્યારે આંગણવાડીના આ નાના ભુલકાઓ અને સગર્ભા તેમજ ધાત્રી માતાને આપવામાં આવતો પૌષ્ટિક આહારનો કોળિયો છીનવાયો આંખરે કોણ છે
આ કાળા બાજરી પોલીસ તપાસનો વિષય બન્યો છે.
એક બાળકના જીવનની શરુઆત માની કોખમાંથી થાય છે અને તેનું ભણતર આંગણવાડીઓમાં *પા પા પગલી*થી શરૃ થાય છે, આ માટે સગર્ભાવસ્થા અને ધાત્રીવસ્થા માતાઓને તથા જન્મ બાદ પણ કોઈ બાળક કુપોષિત ના રહે તે માટે સરકાર આંગણવાડી કેન્દ્રોમાં જ પોષણયુક્ત આહાર આપવાની વ્યવસ્થા કરી આપે છે. પરંતુ આવા અમુક વચેટીયાઓ આવી સુવિધાનો ગેરફાયદો ઉથાવીને સરકાર અને આમ જનતાને મુર્ખ બનાવે છે, આવા જ એક કૌભાંડનો પર્દાફાશ હાલ મહીસાગર જિલ્લામાં થયો છે.
સરકારની આ યોજનાની એસી તેસી કરી કાળા બજારમાં વેચી દેવાનું મસ મોટુ કૌભાંડ સામે આવ્યું છે. જે બાબતે પોલીસને જાણ થતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ એક્શનમાં આવી છે અને મહીસાગર જિલ્લાનું GJ-૩૫-T-૪૯૬૯ નંબરના પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે જેમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ ૧૦-૧૦ કિલોની ૨૦૦ જેટલી બોરીઓ ભરેલી મળી આવી છે. ત્યારે આ પિકઅપ ડાલું મહીસાગર જિલ્લાના ચાર તાલુકાની આંગણવાડી કેન્દ્રોનો સ્ટોક સપ્લાયરનું હોવાનું સામે આવ્યું છે.
મહિસાગર જિલ્લાના બાળ વિકાસ અધિકારી દક્ષા તાવીયાડએ આ મામલે જણાવ્યું કે, આ વેન ચોક્કસથી મહિસાગર જિલ્લાની નંબર પ્લેટ સાથે પકડાઈ છે, પરંતુ આ અનાજનો જથ્થો કયા કેન્દ્રનો છેએ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાબતે ગત તારીખ ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે સરકારની રિવ્યુ મિટીંગ યોજાઈ હતી અને મે અને જૂનના તમામ ઘટક પર મોકલાયેલા સ્ટોકના પ્રમાણ પત્રોની ખરાઈ કરાઈ રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે,આ કાર્યવાહી દરમિયાન ગાડીના ડ્રાઈવરને પૂછતાં જાણવા મળ્યું કે, આજથી પંદર દિવસ પહેલા આ પીકઅપ ડાલું ભાડે સપ્લાયરે વિરપુરથી મોકલ્યું હતું અને ૧૫ દિવસથી આંગણવાડીના પૌષ્ટિક આહારના જથ્થોઓની બોરીઓ ભરેલું પીકઅપ ડાલું પ્રતિજ પોલિસ સ્ટેશને પડ્યું છે, પણ પોલીસને કે તંત્રને આ સ્કોટ કોને છે અને કોના પર ફરિયાદ કરવી તે સૂઝતું નથી. ત્યારે ભૂલકાઓ અને સગર્ભા માતાઓનો કોળિયો છીનવી કોણ અને ક્યાં લઈ જઈ રહ્યું હતું જે માત્ર તપાસનો વિષય બની ગયો છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
