<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

પાદરામાં હિન્દુ સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવકની ધરપકડ કરાઈ

સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું:ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકમાં જ આરોપી ઈરફાનશા દીવાનને ઝડપી પાડ્યો હતો

મેહસાણા, તા,૭

વડોદરાના પાદરામાં એક હિન્દુ સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવકને પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પાદરા પોલીસ મથકના પી.આઈ. વી.એ. ચારણે આ બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીને પકડવામાં સફળતા મળી હતી. પાદરામાં રહેતા એક પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર વયની પુત્રીને ઈરફાનશા અયુબશા દીવાન નામનો યુવક ફોસલાવીને ભગાડી ગયો હતો. આ ફરિયાદ નોંધાયા બાદ પાદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૃ કરી હતી.

પાદરા પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક ખાસ ટીમ બનાવી હતી.

પોલીસે ગુમ થયેલી સગીરા અને આરોપી યુવકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૃ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકમાં જ આરોપી ઈરફાનશા દીવાનને ઝડપી પાડ્યો હતો. તેની સાથે સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. પોલીસે આરોપી ઇરફાનશા દીવાનની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે શું આ કૃત્ય પાછળ કોઈ મોટું કાવતરું હતું કે કેમ. પાદરા પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીથી સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો.

(10:14 PM IST)