<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

મહેસાણામાં શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધી

વેફરના ભાવ ૩૨૦ રૃપિયા પ્રતિ કિલો છે દૈનિક ૨૦ કિલો જેટલું વેચાણ થાય છે

મહેસાણા, તા.૭

મહેસાણાઃ શ્રાવણ માસની શરૃઆત સાથે મહેસાણા શહેરના બજારમાં ફરાળી વાનગીઓ માટે વિશેષ રસ જોવા મળી રહ્યો છે. ઉપવાસ અને ધાર્મિક રીતિ-રિવાજોને અનુસરતા લોકો હવે માત્ર પારંપરાગત નહીં, પણ નવીન અને સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ તરફ પણ આકર્ષાઈ રહ્યાં છે. શહેરની દુકાનોમાં દરરોજ ખરીદદારોની ભીડ ઉમટી રહી છે, અને વેપારીઓ માટે શ્રાવણનો મહિનો વર્ષનો સૌથી વ્યસ્ત સમય બની ગયો છે.

મહેસાણા શહેરમાં વર્ષોથી ફરાળી વાનગીઓ વેચતા વેપારી હરેશભાઈ મોદીએ જણાવ્યું કે, "આ વર્ષ મેં જોઈ તેમાંથી લાઈવ વેફરની સૌથી વધુ માંગ છે. ખાસ કરીને બટાકા અને કેળાંની વેફર, જે અહીં તાજી બનાવીને વેચીશું, તેના ગ્રાહકોમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે." તેઓ ઉમેરે છે કે દૈનિક અંદાજે ૨૦ કિલો જેટલી ફરાળી વાનગીઓનું વેચાણ થાય છે, જે ગયા વર્ષની સરખામણીએ વધારે છે.આ વર્ષે માત્ર વેફર નહીં, પણ બજારમાં નવા પ્રકારની ફરાળી વાનગીઓનું પણ આગમન થયું છે. તેમાં ખાસ કરીને મોરાઈયો અથવા બટાકાથી બનેલ ફરાળી પાસ્તા, ફરાળી ભાખરી, મલ્ટી ફ્લેવર વેફર જેમ કે મીઠી, મસાલા, મરીવાળી અને ફરાળી સેવોનો સમાવેશ થાય છે. આવા વિવિધ સ્વાદ ગ્રાહકોને નવા વિકલ્પો આપી રહ્યાં છે, જે બજારમાં ખાસ ઉત્સુકતા જગાવે છે. મહેસાણા શહેરમાં હાલ આશરે ૧૦ થી ૧૨ દુકાનો છે જ્યાં ખાસ શ્રાવણ મહિના માટે ફરાળી વાનગીઓનું વેચાણ થાય છે. દરેક દુકાનમાં રોજ સારું વેચાણ થાય છે. કેટલાક વેપારીઓ તો સવારે ૭ વાગ્યે જ દુકાન ખોલીને ગ્રાહકોની લાંબી લાઈનોનું સંચાલન કરે છે. આ રીતે લાગતું છે કે શ્રાવણનો મહિનો માત્ર ધાર્મિકતા નહીં, પરંતુ સ્થાનિક વેપાર માટે પણ એક ઉત્સવની જેમ છે

(10:17 PM IST)