News of Thursday, 7th August 2025
ભુજ-બરેલી એક્સપ્રેસ અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે
મુસાફરોને મળશે ઓનલાઈન માહિતીઃટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

અમદાવાદ, તા.૭
ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળના ખાતીપુરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કામને કારણે, ભુજ-બરેલી એક્સપ્રેસ અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ભુજ-બરેલી એક્સપ્રેસ આ સ્ટેશન પર રોકાશે
*૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ની ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રિંગસ-રેવાડી થઈને દોડશે. પરિવર્તિત માર્ગ પર, આ ટ્રેન રિંગસ, નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર રોકાશે.
*૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ની ટ્રેન નંબર ૨૦૯૬૪ વારાણસી-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે પરિવર્તિત માર્ગ રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. પરિવર્તિત માર્ગ પર, આ ટ્રેન નારનૌલ, નીમકા થાણા અને રિંગસ સ્ટેશનો પર રોકાશે.પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
*ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૮ ઑગસ્ટ ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી રદ રહેશે.
*ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૭ ઑગસ્ટ ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી રદ રહેશે
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
