<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

દેશ અને દુનિયાને હવે લાગ્યું છે કે આપણો દેશ બધાને પહોંચી વળે એમ છે: ટેરિફ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો કટાક્ષ

મુખ્યમંત્રીએ કહ્યું - આપણે આગળ ના આવીએ અને એમનાથી આગળ ના જઈએ એવા પ્રયાસ થઈ રહ્યા છે. જે પરિસ્થિત ઉભી થઈ છે તેને પહોંચી વળવાના છીએ

અમેરિકા દ્વારા ભારત ઉપર ટેરિફ વધારવા મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે,દેશ અને દુનિયાને હવે લાગ્યું છે કે આપણો દેશ બધાને પહોંચી વળે એમ છે. આપણે આગળ ના આવીએ અને એમનાથી આગળ ના જઈએ એવા પ્રયાસ થઈ રહ્યા છે. જે પરિસ્થિત ઉભી થઈ છે તેને પહોંચી વળવાના છીએ, આપણે આગળ વધી રહ્યા છીએ. જમીનોના વધતા ભાવને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી.

     તકરારી બાબતોમાં બિલ્ડરો પાસે સુચનો મંગાવ્યા હતા. નોટિસ આપ્યા વિના નામ ચઢી જાય તેના માટે શું કરવું તે અંગે વિચાર-સૂચનો મંગાવ્યા હતા. બાંધકામ ક્ષેત્રે હાલ પડી રહેલી અગવડો અંગે પણ CM એ સૂચનો મંગાવ્યા છે. સરકાર તરફથી કોઈને કઈ તકલીફ પડવાની નથી તેની ખાતરી આપું છું.બહારથી લોકો અમદાવાદ આવે તો તેમને એવું થાય કે આવું બાંધકામ જોઈએ એવા કામ કરવા CM એ ટકોર કરી હતી. જ્યાં જ્યાં સુધાર કરવા જેવું છે તે નિયમોમાં સુધાર કરવા પણ CM એ  તૈયારી દર્શાવી હતી. ,


 

(12:14 AM IST)