<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

આધારકાર્ડનું નવું સોફટવેર લોન્‍ચ, હવે સુધારા બે દિવસમાં જ થઈ જશે

રાજ્‍યના આધાર સુપરવાઈઝર અને ઓપરેટરોને તાલીમ અપાઇ : ડૂપ્‍લિકેટ ડોક્‍યુમેન્‍ટ અપલોડ કરાશે તો તેનું તુરંત વેરિફિકેશન થશે અને પકડાઈ જશે

 

વડોદરા તા.૮: યુનિક આઈડેન્‍ટિફીકેશન  ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (યુઆઈડીએઆઈ)નુ સોફટવેર નવુ લોન્‍ચ કરાયુ છે. જેમાં જૂની સિસ્‍ટમ કરતા ઘણા અપડેટ આવેલા છે. પહેલા આધાર કાર્ડમાં સુધારો કરવામાં ૨૦-૨૫ દિવસ નીકળી જતા હતા, હવે તે બે દિવસમાં જ શખ્‍ય બનશે. તેમજ ડુપ્‍લીકેટ ડોકયુમેન્‍ટ અપલોડ કરાશે તો તેનુ તુરંત વેરીફિકેશન થઈ જશે અને પકડાઈ જશે. જે બાબતે માહિતી આપવા માટે આજે માસ્‍ટર તાલિમ યોજાઈ હતી.

શહેરના કોઠી કચેરી બિલ્‍ડિંગ ખાતે ધારાસભા હોલમાં યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય મુંબઈ અને ગુજરાત સરકારના રજિસ્‍ટ્રારના માર્ગદર્શન હેઠળ અમદાવાદની આઈડીએઆઈ સ્‍ટેટ ઓફિસ દ્વારા રાજ્‍યના આધાર સુપરવાઈઝર અને ઓપરેટરો માટે એક દિવસીય માસ્‍ટર તાલીમ યોજાઈ હતી. જેમાં નોંધણી સાથે જોડાયેલ કર્મચારીઓને યુનિક કાર્ડ ક્‍લાયન્‍ટ અમલીકરણ, વર્તણૂકીય તાલીમ અને યુઆઈડીએઆઈ નીતિઓ તેમજ અપડેટ કરેલ માર્ગદર્શિકા વિશે જાણકારી અપાઈ હતી. આજની તાલિમ દરમિયાન સુપરવાઈઝર અને ઓપરેટરોને યુઆઈડીએઆઈ દ્વારા લોન્‍ચ કરાયેલ નવા યુસી સોફટવેર વિશે પ્રાથમિક માહિતી અપાઈ હતી. જેમાં ઓનલાઈન એપ્‍લિકેશન, ફેસ ઓથેન્‍ટિકેશન જેવી નવી સુવિધાઓ સહિત નવી નીતિઓ, પ્રક્રિયાઓ અને સૂચિત દસ્‍તાવેજોની અપડેટ કરેલી યાદી વિશે જણાવાયુ હતુ. પહેલા આધાર કાર્ડમાં સુધારો કરવામાં ૨૦-૨૫ દિવસ થઈ જતા હતાં, પરંતુ હવે આ કામ એકાદ- બે દિવસમાં જ શક્‍ય બનશે. એટલુ જ નહીં, આ નવી સોફટવેરમાં જો કોઈ નકલી ડોક્‍યુમેન્‍ટ અપલોડ કરાશે તો તેનુ ઓનલાઈન તુરંત જ વેરીફિકેશન થઈ જશે અને માલૂમ પડી જશે. તે અંગેની માહિતી અપાઈ હતી. તેમજ લોકો સાથે કંઈ રીતે વ્‍યવહાર કરવો ? તે માટે તાલીમ દરમિયાન માનવીય અભિગમ રાખવા અંગે ખાસ સેશન યોજાયું હતું.

 યુઆઈડીએઆઈના અમદાવાદ રાજ્‍ય કાર્યાલયના અધિકારીઓ દ્વારા સુપરવાઈઝર અને ઓપરેટરો માટે કામગીરીને લગતા પ્રશ્નો અને સમસ્‍યાઓ વિશે સંવાદ કરાયો હતો.(૩૮.૩)

 

(9:49 AM IST)