<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સુરતની એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલ ૬ એવોર્ડ સાથે ઓવર ઓલ ચેમ્‍પિયન

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૮: મયંક રાવલ ફાઉન્‍ડેશન લાઈફ ડિઝાઇન ચેરીટેબલ ટ્રસ્‍ટ આણંદ દ્વારા આયોજિત એમઆરએફ એવોર્ડ ચિત્ર સ્‍પર્ધામાં સુરતની સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીની એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલના કુલ ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાંથી ૫૮ વિદ્યાર્થીઓ સેમિફાઇનલમાં પસંદગી પામ્‍યા. તેમાંથી ખૂબ સારું પરફોર્મન્‍સ કરીને કેટેગરી વાઇઝ શાળાની કુલ આઠ વિદ્યાર્થીનીઓ અને કલા શિક્ષકની રાજ્‍ય કક્ષાએ ફાઈનલ સ્‍પર્ધામાં પસંદગી થઈ હતી. ચિત્ર શિક્ષક અજયભાઈ એચ. પટેલ તથા તેજસ્‍વી વિદ્યાર્થીનીઓ નિધિ ડી.પટેલ, તરવી એમ.પટેલ, દ્રષ્ટિ એમ.યાદવ, પરી એચ. પટેલ, જાનવી ડી.પટેલ, ભવ્‍યા એ. જરીવાલા અને જીયા પી. ગણદેવીયાએ વિવિધ કેટેગરી વાઇઝ કુલ ૬ એવોર્ડ હાંસલ કરીને ગુજરાત રાજ્‍યમાં એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલને ઓવર ઓલ ચેમ્‍પિયનશિપ એવોર્ડ અપાવી ગૌરવપૂર્ણ સફળતા હાંસલ કરેલ છે. આખાએ ગુજરાતમાં શાળાના નામનો ગૌરવભેર ડંકો વગાડવા બદલ સૌ વિદ્યાર્થીઓને સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના સર્વે પદાધિકારીઓ, પ્રિન્‍સિપાલ  કિશોરકુમાર નર્મદાશંકર જાની અને શાળા પરિવારે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવેલ છે.

(10:00 AM IST)