<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ISRO દ્વારા વિંછીયાના અમરાપુર ખાતે રાષ્‍ટ્રીય અંતરીક્ષ દિવસની ઉજવણી

વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરીક્ષ પ્રદર્શનનો વાલીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્‍યામાં લાભ લીધોઃ કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે ઉદઘાટન

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૮: વિંછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે ISRO દ્વારા ‘રાષ્‍ટ્રીય અંતરિક્ષ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરીક્ષ પ્રદર્શનનો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને લોકોએ લાભ લાભ લીધો હતો.

૨૩ ઓગસ્‍ટ ૨૦૨૩ ના રોજ ચંદ્રયાન-૩ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ભારતને આ ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ અને ચંદ્ર પર સોફટ લેન્‍ડિંગ મેળવનાર ચોથો દેશ બનાવ્‍યો તે ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે આપણે રાષ્‍ટ્રીય અંતરિક્ષ દિવસ (NSpD) ઉજવીએ છીએ.

આ સીમાચિホના મહત્‍વને ઓળખીને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૩ ઓગસ્‍ટને ‘રાષ્‍ટ્રીય અંતરિક્ષ દિવસ' તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો જેથી પેઢીઓને પ્રેરણા મળે અને ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલી પ્રગતિની ઉજવણી કરી શકાય.

NSpD ૨૦૨૫ ની ઉજવણી ૨૩ ઓગસ્‍ટ ૨૦૨૫ ના રોજ નવી દિલ્‍હીના ભારત મંડપમ ખાતે યોજાવાની છે સંકલિત રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણીમાં SAC- ISRO એ પヘુિમ ઝોનમાં સાત ઝોનમાં વિવિધ પ્રવળત્તિઓનું આયોજન કર્યું છે જે અંતર્ગત વિંછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે આજ રોજ એક વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરીક્ષ પ્રદર્શનનું આયોજન ISRO દ્વારા કરવામાં આવ્‍યું હતુ જેનું ઉદ્ધાટન વિસ્‍તારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું અને આ અવકાશ પ્રદર્શનમાં જસદણ અને વિંછીયા તાલુકાની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

આ પ્રદર્શનમાં ISRO માંથી ઉપસ્‍થિત વૈજ્ઞાનિકો મિનલ રોહિત, નીલેશ મકવાણા અને ધ્રુવિત ચનીયારા હાજર રહ્રયા હતા જેઓએ વિધાર્થીઓ સાથે જ્ઞાનવર્ધક સંવાદ કર્યોહતો દેશભરમાં ૨૦ જુલાઈથી શરૂ થયેલા કાર્યક્રમો ૨૦ ઓગસ્‍ટ સુધી ચાલશે, જે ગ્રાન્‍ડ ફિનાલે પહેલા ગતિ અને ઉત્‍સાહનું નિર્માણ કરશે.

આવા કાર્યક્રમથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા, યુવા મનમાં વૈજ્ઞાનિક સ્‍વભાવને પ્રોત્‍સાહન આપવા અને સમાજ માટે અંતરિક્ષ ટેકનોલોજીના ફાયદાઓ દર્શાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે ૨૦૨૫ ની ઉજવણી ફક્‍ત ભૂતકાળની જીતનો ઉલ્લેખ નથી પરંતુ ભારતની ગતિશીલ અવકાશ યાત્રામાં ભવિષ્‍યની નવીનતા અને આંતરરાષ્‍ટ્રીય સહયોગ માટે ઉત્‍પ્રેરક છે

(11:25 AM IST)