<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે

ચોમાસુ સત્ર અંગેનું જાહેરનામું આજે વિધિવત રીતે બહાર પાડી દેવાયું

(વિજય વસાણી દ્વારા ) ગાંધીનગર તા.૮ : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી 8,9 અને 10 સપ્ટેમ્બર ત્રણ દિવસ સત્ર ચાલશે.તારાંકિત પ્રશ્નો આગામી 20 ઓગસ્ટ સુધી થશે.ચોમાસુ સત્ર અંગેનું જાહેરનામું આજે વિધિવત બહાર પાડી દેવામાં આવ્યું છે 

(1:24 PM IST)