<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વડોદરાના શિનોર પંથકમાં સર્પ દંશથી પ્રાણી ફાઉન્ડેશનના રેસ્ક્યુઅરનું મોત

મૃતક અશોક પટેલે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધુ પરંતુ ચુક થતા સાપે તેમના હાથ પર દંશ માર્યો

વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામે ઘરમાં ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યા હતા.તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધુ હતું પરંતુ આ દરમિયાન ચુક થતા સાપે તેમના હાથ પર દંશ માર્યો હતો..ગ્રામજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું..અશોક પટેલે અત્યાર સુધીમાં અંદાજે 2000થી વધુ સાપ, મગર અને અન્ય ઝેરી જીવોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા.

(1:24 PM IST)