<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે: અંબાલાલ પટેલની આગાહી

17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના

અમદાવાદ :રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ, 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 26થી 30 ઓગસ્ટ વચ્ચે પણ રાજ્યના કેટલીક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમ્યાન અતિભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

(6:46 PM IST)