News of Friday, 8th August 2025
અમદાવાદના મણિનગરમાં એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે DEO કચેરીએ ભલામણ કરાઇ
નિરીક્ષણમાં શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું પણ જણાયું : શાળાએ મંજૂરી દરમિયાન દર્શાવેલું મેદાન બદલ્યું હોવાનો ખુલાસો થયો

અમદાવાદના મણિનગરમાં આવેલી એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે DEO કચેરીએ ભલામણ કરાઇ છે. કચેરીના નિરીક્ષણ દરમિયાન શાળાની અનેક ખામીઓ સામે આવી છે. શાળા વેકેશન દરમ્યાન JEE અને NEETના ક્લાસ ચલાવે છે તે પણ જાણવામાં આવ્યું છે. નિરીક્ષણમાં શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું પણ જણાયું છે.
વધુમાં, શાળાએ મંજૂરી દરમિયાન દર્શાવેલું મેદાન બદલ્યું હોવાનો ખુલાસો થયો છે અને હાલ જે મેદાન શાળાએ દર્શાવ્યો છે તે શાળાના સંલગ્ન નથી તે પણ સામે આવ્યું છે. ખૂલાસો માંગવામાં આવ્યા છતાં શાળાએ યોગ્ય જવાબ ન આપતાં DEO કચેરીએ માન્યતા રદ કરવાની ભલામણ કરી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
