તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 8th August 2025
મહેસાણા જિલ્લામાં વરસાદ પાછો ખેંચાઈ જતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા
વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું :આ પરિસ્થિતિ ખેડૂતો માટે બેવડા માર સમાન બની છે એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પાક બચાવવા માટે વધતો ખર્ચ

મહેસાણા, તા.૮
મહેસાણા જિલ્લામાં વરસાદ પાછો ખેંચાઈ જતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. પ્રથમ વરસાદ થયા બાદ ખેડૂતોએ આશા સાથે ખેતરોમાં વાવણી કરી હતી અને ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી થતાં તેઓ ખુશ હતા. પરંતુ હવે જ્યારે બીજા વરસાદની તાતી જરૃરિયાત છે ત્યારે વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું.
વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોને તેમના વાવેતરને બચાવવા માટે મોંઘા ભાવનું પાણી ખરીદવાની ફરજ પડી હતી. આ વર્ષે મોંઘા બિયારણો, ખાતરો અને હવે મોંઘા ભાવનું પાણી ખેડૂતોને પોસાય તેમ નથી. આ પરિસ્થિતિ ખેડૂતો માટે બેવડા માર સમાન બની છે. એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પાક બચાવવા માટે વધતો ખર્ચ.જો આગામી સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોના વાવેલા પાકને મોટું નુકસાન થઈ શકે છે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને ખેડૂતોની મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેથી તેઓને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકાય. આ પરિસ્થિતિ ખેતી પર નિર્ભર પરિવારો માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
