<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રક્ષાબંધનને પગલે ખાનગી બસના ભાડામાં ૩૦થી ૫૦ ટકાનો વધારો

એસટી, રેલવે સ્‍ટેશનમાં મુસાફરોનો ભારે ધસારો : મોટાભાગની એસટી બસ, ટ્રેનો હાઉસફૂલ અનેક હાઈવેમાં પણ ચક્કાજામની સ્‍થિતિ

 

અમદાવાદ,તા.૯: રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવવા જતાં લોકોને પગલે આજે અમદાવાદના રેલવે સ્‍ટેશન, એસટી બસ સ્‍ટેશનમાં ભારે ધસારો જોવા મળ્‍યો હતો. અમદાવાદ-રાજકોટમાં ખાનગી બસનું ભાડું રૂપિયા ૮૦૦ સુધી પહોંચી ગયું હતું.

શુક્રવારે મોડી સાંજે અમદાવાદથી રાજકોટ ઉપરાંત ભુજ, જુનાગઢ, જામનગર, દ્વારકા અને સુરત જવાની મોટાભાગની એસટી બસ, ટ્રેન હાઉસફૂલ થઇ ગઇ હતી.

જેના પગલે આ તકનો લાભ લઈને ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો હતો. અમદાવાદથી ભુજનું ભાડું વધારીને રૂપિયા ૧૨૫૦ જેટલું થઇ ગયું.

આવી જ સ્‍થિતિ અનેક હાઈવેમાં પણ જોવા મળી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ, હાઈવેમાં ચક્કાજામની સ્‍થિતિ સર્જાઈ હતી. બીજી તરફ છેલ્‍લી ઘડીની ખરીદી માટે અમદાવાદ-મહેસાણાના અમદાવાદના એસજી હાઈવે, સેટેલાઈટ, પકવાન ચાર રસ્‍તા, સીજી રોડ, કાંકરિયા પાસે ટ્રાફિકજામ જોવા મળ્‍યો હતો. (૪૦.૧૦)

રક્ષાબંધનની સાંજે અમદાવાદથી ખાનગી બસના મહત્તમ ભાડાં

સ્‍થળ    ભાડું

રાજકોટ રૂ.૮૦૦

ભુજ     રૂ. ૧૨૫૦

જુનાગઢ રૂ.૧૪૦૦

જામનગર         રૂ.૧૩૦૦

દ્વારકા   રૂ.૧૦૦૦

સુરત   રૂ.૨૫૦૦

(10:25 AM IST)