તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
વડોદરામાં ગણેશ આગમન યાત્રામાં ત્રણ મહિલાઓ વચ્ચે જાહેરમાં જ પોલીસની હાજરીમાં મારામારી
પદ્માવતી શોપિંગ સેન્ટર વિસ્તાર ખાતે ત્રણ મહિલાઓ વચ્ચે વાતચીત ઝઘડામાં અને ઝઘડો મારામારીમાં ફેરવાયો:જાહેરમાં એકબીજાના વાળ ખેંચવા, ધક્કામુક્કી અને લાફા મારવાની ઘટના

શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ત્રણ મહિલાઓ વચ્ચે જાહેરમાં જ પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બની ગયો છે.
ગણેશ આગમન યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પદ્માવતી શોપિંગ સેન્ટર વિસ્તાર ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે કોઈ અજાણી વ્યક્તિગત બાબતે ત્રણ મહિલાઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જે બાદ વાતચીત ઝઘડામાં અને ઝઘડો મારામારીમાં ફેરવાયો હતો. જાહેરમાં એકબીજાના વાળ ખેંચવા, ધક્કામુક્કી અને લાફા મારવાની ઘટના સામે આવતા આસપાસ હાજર લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા.
ઘટનાસ્થળે પોલીસનો બંદોબસ્ત હોવાને કારણે તાત્કાલિક પોલીસકર્મીઓ વચ્ચે પડી મહિલાઓને અલગ કર્યા હતા. પોલીસની હાજરી છતાં મહિલાઓ થંભી નહોતી, જેને કારણે સ્થિતિ થોડો સમય તંગ રહી હતી. ત્યારબાદ પોલીસે મહિલાઓને શાંત કરી કાબૂમાં લીધી હતી.
સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થતા લોકોએ આવી ઘટનાઓ તહેવારના માહોલને ખરાબ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગણેશ આગમન યાત્રા શહેરમાં ભવ્ય શોભાયાત્રા, સંગીત અને ભક્તિભાવે યોજાઈ રહી હતી, ત્યારે આવી જાહેર મારામારીથી ભક્તિભાવને આંચકો લાગ્યો છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
