<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

મહેસાણાના કડીના કરશનપુરા ગામમાં ખેડૂતને કેમિકલયુક્ત પાણીના કારણે ભારે પરેશાની

ખાનગી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે તેના ખેતરમાં ઊગેલો ડાંગર સહિતનો પાક સુકાઈ ગયો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરશનપુરા ગામમાં રહેલા ખેડૂતને કેમિકલયુક્ત પાણીના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે તેના ખેતરમાં ઊગેલો ડાંગર સહિતનો પાક સુકાઈ ગયો છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતે આ બાબતે કલેક્ટર અને GPCBમાં અનેક વખત રજૂઆત કરી છે. હવે ખેડૂતો પાક અને જમીનને થયેલા નુકસાનના વળતનની માંગ કરી રહ્યા છે

(1:44 PM IST)