<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

શક્તિપીઠ અંબાજીની કાયાપલટ થશે. અંબાજી મંદિરથી ગબ્બરને જોડતો શક્તિ પથ, સતી સરોવર મંદિર કોરિડોર પ્રોજેક્ટ્સમાં 1632 કરોડ ખર્ચાશે

પ્રોજેક્ટ્સથી અંબાજી ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે.

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીની કાયાપલટ થશે. અંબાજી મંદિરથી ગબ્બરને જોડતો શક્તિ પથ, સતી સરોવર મંદિર કોરિડોર જેવા પ્રોજેક્ટ્સમાં 1632 કરોડ ખર્ચાશે. આ વિકાસ કાર્યો અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી અંબાજી ધામની કાયાપલટ થશે અને શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ મળશે..આ પ્રોજેક્ટ્સથી અંબાજી ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે.

(6:55 PM IST)