<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ખેડાનું કપડવંજ કમળાના રોગચાળાના ભરડામાં સપડાયું

સૌથી વધુ મોતીપુરા, મીઠીકુઈ, ઘાંચી બારીમાં કમળાએ ભરડો લીધો :સૈયદવાડા, કસ્બા, કુરેશી મહોલ્લામાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા

ખેડાનું કપડવંજ શહેર કમળાના રોગચાળાના ભરડામાં સપડાયું છે. શહેરમાં 4 દિવસમાં જ કમળાના 35 કેસ નોંધાયા છે. સૌથી વધુ મોતીપુરા, મીઠીકુઈ, ઘાંચી બારીમાં કમળાએ ભરડો લીધો છે. તો સૈયદવાડા, કસ્બા, કુરેશી મહોલ્લામાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. આરોપ છે કે દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો છે. અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કામગીરી નથી કરાતી.

 4 દિવસથી નિષ્ક્રિય ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. હોસ્પિટલ પહોંચી દર્દીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ મળ્યા હતા. મુલાકાત દરમિયાન દર્દીઓની કેસ હિસ્ટ્રી એકત્ર કરાઈ હતી. તાત્કાલિક રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપવામાં આવશે. .

(7:05 PM IST)