તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ખેડાના માતર તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
માતર અને લીંબાસી સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોના સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું

અમદાવાદ : આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસ્યો છે ખેડા જિલ્લાના માતર તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. માતર અને લીંબાસી સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોના સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું હતું. ચો
માસાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લઈ લીધો હતો. જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. તેમના વાવેલા પાકને પાણીની તાતી જરૂરિયાત હતી અને પાક સુકાઈ રહ્યો હતો.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
