<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં કાર અને બેફામ ઝડપે જઈ રહેલ ટુ વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવાનોનાં મોત

 

અમદાવાદ: અમદાવાદના નહેરૂનગર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસેના બીઆરટીએસ કોરિડોરમાં રવિવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. 

 

મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે જઈ રહેલી જીજે-૨૭ નંબરની કારે એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર બે મિત્રો, અકરમ અલ્તાફભાઈ કુરેશી (ઉં. ૨૨) અને અસફાક જાફરભાઈ અજમેરી (ઉં. ૩૫), ગંભીર ઈજાઓ સાથે મૃત્યુ પામ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 

 

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

 

આ ઘટનાએ ફરી એકવાર બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર અને બેફામ વાહન ચલાવવાના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(10:20 AM IST)