<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ધ્‍વજવંદનના કાર્યક્રમમાંથી પણ મંત્રી બચુભાઈ ખવડની બાદબાકી

પુત્રો અને ભાણેજની મનરેગા કૌભાંડમાં સંડોવણી અને ધરપકડ બાદ માત્ર એક વખત ગોધરા ખાતે સંપૂર્ણતા અભિયાનના સરકારી કાર્યક્રમમાં હાજર રખાયા હતા

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૧: મનરેગા કૌભાંડમાં પુત્ર અને ભાણેજની સંડોવણી અને ધરપકડ બાદ રાજ્‍ય કક્ષાના કેબિનેટ મંત્રી બચુભાઈ ખવડની ધ્‍વજવંદનના કાર્યક્રમમાંથી પણ બાદ બાકી કરી દેવામાં આવી છે.

આગામી ૧૫મી ઓગસ્‍ટે પ્રતિ વર્ષની જેમ રાજ્‍યના મંત્રીમંડળના સભ્‍યોને જુદા જુદા જિલ્લાઓમાં ધ્‍વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે પરંતુ છેલ્લા ત્રણેક મહિના પહેલા ખવડના પુત્રો અને ભાણેજની મનરેગા કૌભાંડમાં સંડોવણી બાદ બચુભાઈ ખવડને સરકારી કાર્યક્રમમાંથી અળઞા કરી દેવામાં આવ્‍યા છે જોકે ત્રણ મહિના દરમિયાન માત્ર એક વખત ગત તારીખ ૩૧ જુલાઈએ દાહોદમાં યોજાયેલા સંપૂર્ણતા અભિયાન હેઠળના સરકારી કાર્યક્રમમાં પત્રિકામાં તેમનું નામ લખાતા તેઓ દેખાયા હતા ત્‍યારબાદ તેમના વિસ્‍તારમાં કે બીજે તેમના વિભાગ હેઠળના કોઈ કાર્યક્રમમાં તેમને સામેલ રખાયા નહોતા.

ઉલ્લેખની છે કે મનરેગા યોજનામાં અધિકારીઓ સાથે મિલીભગત કરી કરોડો રૂપિયાનું પુત્રો અને ભાણેજે કૌભાંડ કર્યું છે ત્‍યારબાદ બચુભાઈ ગાંધીનગરમાં તેમની ઓફિસમાં દેખાયા પણ નથી આમ છતાં થોડા વખત પહેલા તેમના વિભાગના ઉચ્‍ચ અધિકારીઓને તેમના અંગત સ્‍ટાફ દ્વારા કહેણ મોકલવામાં આવ્‍યું હતું કે હું હજુ મંત્રી છું મને વિભાગને ફાઈલો કેમ મોકલતા નથી! જોકે નીતિવિષયક ફાઈલો અધિકારીઓ તેમને મોકલે છે કે નહીં તે બાબતે અધિકારીઓએ મગનું નામ મરી પાડ્‍યું ન હતું.

હવે પ્રશ્‍ન એ થાય છે કે આગામી દિવસોમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસ મળી રહ્યું છે ત્‍યારે ત્રણ મહિના જેટલા સમયથી ગાંધીનગરમાં ન દેખાયેલા બચુભાઈ ખવડ મંત્રી તરીકે વિધાનસભામાં હાજર રહેશે કે કેમ એવી ચર્ચાઓ પણ હાલ ઞાંધીનઞરમા ચાલી રહી છે.એક રાજકીય નેતાના જણાવ્‍યા મુજબ તેમને ચોમાસુ સત્ર દરમિયાન ઞેર હાજર જ રખાશે કારણ કે જો સત્રમાં હાજર રહે તો વિરોધ પક્ષને મોટો મુદો હાથ લાઞી જાય આમ છતા આ મુદ્દે સરકારને ધેરવા વિરોધ પક્ષ તૈયારી કરી રહ્યાનુ પણ એક કોંગ્રેસી નેતાએ જણાવ્‍યુ હતુ. (રર.૩)

(10:48 AM IST)