<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

રાજ્‍ય મંત્રી મંડળના વિસ્‍તરણની ચર્ચાઓ પર હાલ પૂર્ણવિરામ

આગામી દિવસોમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું હોય મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્‍તરણનહીં થાય

 

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૧: છેલ્લા ઘણા વખતથી ચાલતી મંત્રી મંડળના વિસ્‍તરણ અને ફેરફારની ચર્ચાઓ ઉપર હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

આગામી તારીખ ૮,૯ અને ૧૦ સપ્‍ટેમ્‍બરે (ત્રણ દિવસ) વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાની અને તારાંકિત પ્રશ્‍નો પૂછવા માટે પણ જાહેરાત કરી દેવામાં આવી છે ત્‍યારે હાલ પૂરતું મંત્રીમંડળનું વિસ્‍તરણ કે ફેરફાર ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.ચોમાસુ સત્રની જાહેરાત બાદ અમુક ધારાસભ્‍યો કે જેમને આશા હતી કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થશે તેમને હવે રાહ જોવી પડશે જ્‍યારે અમુક મંત્રીઓની મંત્રી પદેથી બાદબાકી કરવાની હતી તેવા મંત્રીઓને થોડા દિવસ મંત્રી તરીકે ચાલુ રહેવા મળશે. (રર.૪)

(10:49 AM IST)